BANASKANTHAPALANPUR

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગ્નો ત્સવ ઉજવાશે

9 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં બ્રાહ્મણોની 900 ઘરની વસ્તી ધરાવતું અંબાજી ગામમાં પરશુરામ પરિવાર અંબાજી નગર દ્વારા 11 મો સમૂહ જનોઈ તથા સમૂહ લગનોત્સવ આયોજિત કરેલ છે ગત દસ વર્ષમાં આવા પ્રસંગોની મળેલ સફળતા બાદ 11 મો સમૂહ જનોઈ તથા લગ્નોત્સવ આયોજન કરેલ છે 11 મો પ્રસંગમાં 55 બટુકોને સમૂહ જનોઈ અને 8 યુગલો પોતાની સફળ જિંદગી માટે પ્રભુતામાં પગલા માંડશે આ પ્રસંગે અંબાજી સંસ્કૃત પાઠશાળાના વિધવાન પંડિતો સહિત વિપ્ર મંડલના શાસ્ત્રો દ્વારા તમામને હિન્દુ વિધિ પ્રમાણે પ્રસંગને સફળ બનાવશે આ સમગ્ર પ્રસંગ અંબાજી જીએમડીસી ખાતે યોજાશે આ સમૂહ લગ્નોત્સવ માં યુગલોને મોટાભાગની તમામ ઘરવખરી ની સામગ્રી દાતાઓ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેનું પણ વિતરણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં બ્રહ્મ ભોજન તથા શોભા યાત્રાની યોજાશે દાન દાતાઓ આ કાર્યક્રમ ને શોભાવશે આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે મહેમાનોનું સ્વાગત 12 39 કલાકે નવદંપતી ના હસ્ત મેળાપ અનેસાંજે 4:35 થી છો સુધી કન્યા વિદાય નો પ્રસંગ ઉજવાશે અને યજ્ઞોપવિત ત્રણ કલાકે બટુક શોભાયાત્રા સ્વરૂપે યોજાશે આ પ્રસંગે ચોળક્રિયા પણ અંબાજી ના નાઈ સમાજ દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે અંબાજીના બ્રાહ્મણ સમાજના ઉચ્ચ પિસ્તાને પ્રાપ્ત કરેલ યુવાનોને અને દાન દાતાઓ ઓનું સન્માન કરવામાં આવશે.આ અંગે ની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!