MEHSANAVIJAPUR

તાડપત્રી વિતરણથી ખેડૂતોને મોટી રાહત એ.પી.એમ.સી વિજાપુર દ્વારા રાહત ભાવે સેવા, બે દિવસથી લાંબી કતારો

તાડપત્રી વિતરણથી ખેડૂતોને મોટી રાહત
એ.પી.એમ.સી વિજાપુર દ્વારા રાહત ભાવે સેવા, બે દિવસથી લાંબી કતારો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
એ.પી.એમ.સી વિજાપુર દ્વારા બજાર સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ અને ડિરેક્ટરોના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને રાહત ભાવે તાડપત્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ આયોજનને ખેડૂતો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે.
છેલ્લા બે દિવસથી માર્કેટયાર્ડ ખાતે તાડપત્રી મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો પોતાની વારે તાડપત્રી મેળવવા માટે ઉમટી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર ખેડૂતોથી ખચાખચ ભરાઈ ગયો છે.
હાલમાં વાતાવરણમાં અચાનક થતા ફેરફારો અને અનિયમિત વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તાડપત્રી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખેત પેદાશને વરસાદ અને ભેજથી બચાવવા માટે આ તાડપત્રી મહત્વપૂર્ણ સાધન બની છે, જેના કારણે ખેડૂતોને મોટી રાહત અનુભવી રહી છે.
બજાર સમિતિ દ્વારા કરવામાં આવેલ આ પહેલને ખેડૂતોએ વખાણી છે અને આવનારા દિવસોમાં પણ આવી જ સહાયતા મળતી રહે તેવી માંગણી વ્યક્ત કરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!