MEHSANAVIJAPUR

વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષક સ્ટેટ બેસ્ટ ગણિત શિક્ષક એવોર્ડ 2024 થી સન્માન કરાયું

વિજાપુર ગવાડા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષક સ્ટેટ બેસ્ટ ગણિત શિક્ષક એવોર્ડ 2024 થી સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઓલ ઇન્ડિયા રામાનુજન કલબ જે ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ રસ લેતા થાય અને ગણિત ને સરળતાથી સમજી શકે તે માટે ડૉ. ચંદેમોલી જોશી દ્વારા રચના કરવામાં આવી. જે ક્લબ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન અને ગણિત વિષયના સારું કામ કરતા હોય તેવા શિક્ષકોને સ્ટેટ બેસ્ટ ગણિત શિક્ષક એવોર્ડ થી સન્માનિત કરે છે તે અંતર્ગત વિજાપુર તાલુકાની ગવાડા પ્રાથમિક કન્યા શાળાના શિક્ષકશ્રી મનહરકુમાર જયંતિલાલ સોલંકીને ઓલ ઇન્ડિયા રામાનુજન કલબ અને ગિરનાર પબ્લિક સ્કૂલ ગિરનાર જૂનાગઢ ના ઉપક્રમે યોજાયેલ 18 માં ગણિત મહોત્સવ અંતર્ગત સ્ટેટ્સ બેસ્ટ ગણિત શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ માં AIRMC ના સ્થાપક ડૉ.ચંદ્રમોલી જોશી સર, શ્રી કલ્પેશ અખાણી, શ્રી દર્શન મહેતા, એમ.એસ.સોલંકી(ncert reginol director) , ડૉ. જે.જે. રાવલ ( indian astronomer), શ્રી. બી.એન.રાવ (maths guru of india) , મોહન રામ ઇનાનીયાન (mathemegician) , ભરતભાઈ છનિયારા (ex. ISRO senior scientist) , ડૉ.નલિન પંડિત ( પૂર્વ નિયામક gcert) અને ગિરનાર પબ્લિક સ્કૂલ જૂનાગઢના ટ્રસ્ટીઓની હાજરી હાજરીમાં શ્રી મનહરકુમાર જયંતિલાલ નું શ્રેષ્ઠ ગણિત શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમના દ્વારા આ કાર્યક્રમમાં ઇનીવેટીવ આઈડિયા અંતર્ગત કૃતિ રજૂ કરવામાં આવી અને તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ગણિત મોડેલ સ્પર્ધામાં ભાગ લીધેલ. આ ઉપરાંત તેમને વિવિધ પુસ્તકો માં લેખક અને સમીક્ષક તરીકે કામગીરી કરેલ છે. તથા ગણિત વિષય અંતર્ગત શૈક્ષણિક કેલેન્ડર બનાવેલ છે.

Back to top button
error: Content is protected !!