MEHSANAVIJAPUR

કણભા ગામમાં 500થી વધુ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ

કણભા ગામમાં 500થી વધુ વૃક્ષોના રોપા વાવી પર્યાવરણ જાગૃતિનો સંદેશ

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કણભા ગામમાં જાહેર માર્ગો તેમજ બ્રહ્માણી માતાજીના મંદિર નજીક આવેલા તળાવના ફરતે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સામાજિક કાર્યકર ઉપ સરપંચ ઘનશ્યામભાઈ અને તેમની સેવાભાવી ટીમ દ્વારા અંદાજે 500 જેટલા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણ અભિયાન દરમિયાન ગામના લોકો અને ગામ ના વડીલો તથા અમદાવાદ ના બિઝનેસમેન મહેશભાઇ સહિત ના આગેવાનોએ મળી ને ગામ માં વૃક્ષારોપણ કરી યુવાનોને પર્યાવરણનું જતન કરવા, વૃક્ષોનું સંવર્ધન કરવા તેમજ હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ નિર્માણ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવન માટે અમૂલ્ય સંપત્તિ સમાન છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઘનશ્યામભાઈ અને તેમની ટીમે માત્ર વૃક્ષો વાવવાનો જ નહીં પરંતુ તેનું જતન અને સંરક્ષણ કરવાની પણ અપીલ કરી હતી. આ વૃક્ષારોપણ અભિયાન દ્વારા ગામમાં હરિયાળી વધે અને આગામી પેઢીને સ્વચ્છ પર્યાવરણ મળી રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગામલોકોએ આ સેવાકીય કાર્યને આવકારી સેવભાવી ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

Back to top button
error: Content is protected !!