MEHSANAVIJAPUR

પિલવાઈ પીએચસી હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી, માતાઓને અપાયું માર્ગદર્શન

પિલવાઈ પીએચસી હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી, માતાઓને અપાયું માર્ગદર્શન

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી, વિજાપુરના માર્ગદર્શન હેઠળ ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિલવાઈ તેમજ ટીટોદન અને મોતીપુરા સબ સેન્ટર હેઠળની આંગણવાડીઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમમાં સગર્ભા તથા ધાત્રી માતાઓને બાળકના જન્મ પછીના પ્રથમ કલાકમાં સ્તનપાન શરૂ કરાવવાના મહત્વ અને તેના આરોગ્યલક્ષી લાભો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળકને જન્મથી પ્રથમ છ માસ સુધી માત્ર માતાનું દૂધ જ આપવું જોઈએ તેમજ તેનાથી બાળકના શારીરિક અને માનસિક વિકાસ સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તે અંગે સમજણ આપવામાં આવી હતી.
આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની “Breastfeeding for a Sustainable Start in Life” થીમ અંતર્ગત **”જીવનમાં ટકાઉ શરૂઆત માટે સ્તનપાન શરીરને મજબૂત બનાવે છે”**ના સંદેશ સાથે માતાઓમાં સ્તનપાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં પીએચસી પિલવાઈના આયુષ મેડિકલ ઓફિસર, ટીટોદન અને મોતીપુરાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (CHO), આંગણવાડી કાર્યકરો, આશા બહેનો તેમજ મોટી સંખ્યામાં સગર્ભા અને ધાત્રી માતાઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!