MEHSANAVIJAPUR

ગણતરીના કલાકોમાં વસાઈ પોલીસનો ચોરીનો ભેદ ઉકેલાયો: 6 આરોપી ઝડપાયા, ચોરાયેલો મુદ્દામાલ કબજે

ગણતરીના કલાકોમાં વસાઈ પોલીસનો ચોરીનો ભેદ ઉકેલાયો: 6 આરોપી ઝડપાયા, ચોરાયેલો મુદ્દામાલ કબજે

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

વિજાપુર વસાઈ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી છ આરોપીઓને ઝડપી પાડી કુલ રૂ. 1.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પ્રશંસનીય કામગીરી કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) તેમજ વિસનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું.

આ દરમિયાન વસાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી. જે. દેસાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડાભલા ગામની સીમમાં એક CNG રિક્ષામાં લોખંડની એંગલો ભરી કેટલાક શખ્સો ઉભા છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ ડાભલા ગામની સીમમાં બોરૂ વિસ્તારમાં સર્વે નં. 430 અને 433માં આવેલા ખેતરમાં તાર ફેન્સિંગ માટે લગાવેલી આશરે 32 લોખંડની એંગલો ચોરી કરી વેચવા લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ.. 16 540 કિંમતની 32 લોખંડની એંગલો તથા રૂ. 1 લાખ કિંમતની CNG રિક્ષા મળી કુલ રૂ. 1.16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે વસાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલા આરોપીઓમાં અશોકભાઈ ચંદુભાઈ રાવળ, સેંધાજી હોકાજી ઠાકોર, આંખાજી બાબુજી ઠાકોર, સાહિલજી રમેશજી ઠાકોર, અળખુંજી નાથુજી ઠાકોર (તમામ રહે. ડાભલા, તા. વિજાપુર) તેમજ રમેશભાઈ સોમાભાઈ દેવીપૂજક (રહે. દઢીયાળ, તા. વિસનગર)નો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!