MEHSANAVISNAGAR

વિસનગર માં એક્સપાઈટ ડેટ વાળો ભારતીય બનાવટી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

ભારતીય બનાવટી વિદેશી દારૂ નો નાશ

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, વિસનગર

 

આજ રોજ વિસનગર તાલુકા અને સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો જે પકડાયેલ હતો તેનો નાશ કરવામાં આવ્યો

વિસનગર તાલુકાના પુદગામની સીમમાં પડતર જગ્યામાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો જેમાં
તારીખ- 20/ 6 /2023 થી 22 /5/ 2024 સુધીમાં 11 ગુનાઓ નોંધાયેલ હતા જેમાં કુલ
બોટલ 10948 દારૂનો નાશ કરવામાં આવ્યો જેની હાલમાં જેની કુલ કિંમત થાય છે રૂ,1543950 તથા વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાંથી તારીખ:-
1/12/2023 થી 30/6/2024 સુધીમાં કુલ 6 ગુના નોંધાયેલ હતા જેમાં વિદેશી દારૂની કુલ બોટલ 3902 હતી તેની કિંમત રૂ,902809 થાય છે તે રીતે ભારતીય બનાવટી વિદેશી દારૂ તાલુકા અને સીટી લેવલે પકડેલ હતો તે અહેવાલ ના આધારે રજૂ કરેલ દારૂનો જથ્થો વિસનગર તાલુકાના પુદગામ ગામની સીમમાં બુલડોઝર થી કચડી નાશ કરવામાં આવ્યો જેમાં સ્થળ પર રૂબરૂ પોલીસ ઇન્સ્પેક્ટર વિસનગર શહેર પોસ્ટૅ, નશાબંધી અને આબકારી મહેસાણા,નાયબપોલીસ અધિક્ષક વિસનગર વિભાગ અને સબ ડિવિજનલ મેજેસ્ટે વિસનગર અધિકારીઓની હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં રૂબરૂમાં આ એક્સપાઈટ ડેટ વાળો ભારતીય બનાવટી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!