MEHSANAVIJAPUR

વિજાપુરમાં ભાજપ દ્વારા સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશનું વિતરણ કરવામાં આવ્યું

વિજાપુરમાં ભાજપ દ્વારા સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે કળશનું વિતરણ કરવામાં આવ્યું

oppo_0

સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકા અને શહેરમાં કળશ યાત્રા યોજાશે
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર

સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજાપુર એપીએમસી હોલ ખાતે ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાએથી પ્રાપ્ત થયેલા કળશનું નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યોને વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કરવામાં આવેલ કળશ યાત્રા માટે તાલુકા ભાજપના હોદ્દેદારો અને તાલુકા પ્રમુખ હાર્દિક ભાઈ પટેલ અને શહેરી વિસ્તારોમાં આ કળશ યાત્રા ભાજપ શહેર હોદ્દેદારો અને શહેર પ્રમુખ અગન ભાઈ બારોટ જોડાઈ યાત્રા ને સફળ બનવવા ની કામગીરી સોંપાઈ હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. સી.જે. ચાવડાએ સંત રવિદાસ મહારાજના જીવન અને તેમના સમાજલક્ષી વિચારો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંત રવિદાસ મહારાજે સમાજમાં ભાઈચારો, સમાનતા અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. જાતિભેદ અને અસ્પૃશ્યતા જેવા તેમના સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ છે.

સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત વિજાપુર તાલુકાના વિવિધ ગામો તેમજ શહેરના તમામ વોર્ડમાં કળશ યાત્રા યોજાશે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા મંદિરોમાં કળશનું પૂજન કરવામાં આવશે. ભાજપના કાર્યકરો દ્વારા કળશ યાત્રા થકી સમાજમાં સમાનતા, ભાઈચારો અને સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવાનો અભિયાન અંતર્ગત પાલિકા વિસ્તારમાં શરૂ કરવામાં આવી હતી જયારે આગામી દિવસોમાં આ કળશ યાત્રા ગામે ગામ શરૂ કરવામાં આવનાર છે.

કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, સહિત તાલુકા-જિલ્લાના હોદ્દેદારો, નગરપાલિકા સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!