વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
મહેસાણા જિલ્લા રમત ગમત યુવા, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત અને સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.૦ રાજયકક્ષા ફુટબોલ અંડર-૧૭ અને ઓ૫નએજ બહેનો સ્પર્ધાનું આયોજન તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૦૪/૦૫/૨૦૨૫ દરમ્યાન તાલુકા રમત સંકુલ, વડનગર ખાતે કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતમા અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવેલ હતા.
આ સ્પર્ધામાં ઓ૫નએજ બહેનો ગૃ૫માં પ્રથમ ક્રમે પાટણ જિલ્લો, દ્વિતીય ક્રમે SAG એકેડમી, હિંમતનગર અને તૃતીય ક્રમ બનાસકાંઠા વિજેતા થયા હતા. અને અંડર-૧૭ બહેનો વયજુથમાં પ્રથમ ક્રમ SAG એકેડમી, હિંમતનગર, દ્વિતીય ક્રમે જામનગર અને તૃતીય ક્રમે પાટણ જિલ્લો વિજેતા થયેલ છે. આ સ્પર્ધામાં ઉંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઇ ૫ટેલ દ્વારા તાલુકા રમત સંકુલ, વડનગર ખાતે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેકશુટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.