MEHSANAVIJAPUR

પ્રાકૃતિક ખેતીને મળ્યો નવો વેગ : વિજાપુરમાં 200 ખેડૂતોને મગફળીની કિટોનું વિતરણ

પ્રાકૃતિક ખેતીને મળ્યો નવો વેગ : વિજાપુરમાં 200 ખેડૂતોને મગફળીની કિટોનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ખેડૂતોને આત્મનિર્ભર અને ખર્ચમુક્ત ખેતી તરફ આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત વિજાપુર ખાતે 200 ખેડૂતોને મગફળીની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજાપુરની ભાવસોર એગ્રો કંપની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અરજી કરનાર ખેડૂતોમાંથી ડ્રો પદ્ધતિ દ્વારા પસંદગી પામેલા ખેડૂતોને કિટો અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી વિપુલભાઈ સહિત ગ્રામસેવકો, ખેડૂતમિત્રો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મહાનુભાવોએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી સમયની જરૂરિયાત બની રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગ વચ્ચે પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા તેમજ માનવ આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મારફતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને યોજનાની માહિતી આપવામાં આવી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના લાભો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કિટો પ્રાપ્ત કરનાર ખેડૂતોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડૂતોને આશા વ્યક્ત કરી હતી કે સરકારની આ પહેલથી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધુ વધશે અને ખેતી ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન આવશે.તેવી આશા વ્યક્ત કરી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!