MEHSANAVIJAPUR

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા વિજાપુર પોલીસ મથકે પોલીસ કર્મીઓનું સન્માન કરાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા વિજાપુર પોલીસ મથકે પોલીસ કર્મીઓનું સન્માન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પોલીસ મથક ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જાયન્ટ્સ ગૃપ સહિયર દ્વારા પ્રમુખ કૃણાલબેન ઠાકરના નેતૃત્વ હેઠળ મહિલા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિજાપુર તથા લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીઓને સન્માનપત્ર અને ચકલીના માળા અર્પણ કરી તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.આ પ્રસંગે મહિલા પોલીસ કર્મીઓના સમાજ સુરક્ષા માટેના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ અંગે સંદેશો આપતા ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓની ભૂમિકા સમાજ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ અરવિંદસિંહ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ મહિલા પોલીસ કર્મીઓને અભિનંદન પાઠવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

Check Also
Close
Back to top button
error: Content is protected !!