MEHSANAVIJAPUR

મહેસાણા જીલ્લામાં સાચા અર્થમાં સખી રુપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર

મહેસાણા જીલ્લામાં સાચા અર્થમાં સખી રુપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર

ઉંઝા તાલુકામાં વલી પીર દાતારની દરગાહ ઉનાવાથી માનસિક રીતે અસ્વસ્થ બેનને મહારાષ્ટ્રમાં પરિવાર સાથે મળાવ્યાં
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કહેવત છે જેનું કોઈ નથી તેનો ઉપરવાળો છે અને મહેસાણાના ઉંઝા તાલુકામાં વલી પીર દાતારની દરગાહ ઉનાવા ખાતે અને બસ આ કુદરતી ન્યાયે માનસિક રીતે અસ્વસ્થ એક બેન પરિવાર થી છુટાં પડી ગયા અને “સખી” વન સ્ટોપ સેન્ટર મહેસાણામાં તા. ૧૫/૧૧/૨૦૨૨ ના રોજ મહિલા હેલ્પલાઇન ૧૮૧ દ્વારા આ અજાણી અસરગ્રસ્ત મહિલાને ૧૫/૧૧/૨૦૨૨ના રોજ ૩:૩૦ કલાકે સેન્ટર પર આશ્રય મેળેલ અને ૦૧/૧૨/૨૦૨૨ સુધી આશ્રય મેળવેલ “બેન સેન્ટર પર આવેલા ત્યારે માનસિક અસ્વસ્થ હતા. જેઓને સેન્ટર પર મેડીકલ સારવાર અપાવેલ અને જરુરી અન્ય સેવાઓ પુરી પાડવામાં આવી. બેનનું વારંવાર કાઉન્સલીંગ કરવા છ્તાં પણ બેન કોઈ સારી રીતે જવાબ આપતા નહી. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તેમના પતિ દ્વારા ઉનાવા ખાતે દરગાહ પર દુઆ માટે તેમજ દવા માટે મોકલી આપેલ હતા બેન ત્યાંથી છૂટા પડી જતા કેમ્પમાંથી નીકળી ગયેલા . થર્ડ પાર્ટી દ્વારા તેમને ૧૮૧ મોકલેલા ત્યાંથી “સખી” વન સ્ટોપ સેન્ટર મહેસાણામાં લવાયા …..” એમ સખી વન સ્ટોપ સેન્ટર મહેસાણા કેન્દ્રના સંચાલિકા હંસાબેન સોલંકી કહે છે કાઉન્સેલિંગમાં બેન કશુ બોલતા હતા નહી પરંતુ તેમને વિશ્વાસમાં લઇ વારંવાર વાતચીતના આધારે બેનના પાસેથી તેઓ મહારાષ્ટ્રના છે તેમ જાણ થતા. ત્યાંના સ્થાનીક પત્રકાર તેમજ સામાજીક કાર્યકર મહીલા જે રૂબરુ ત્યાંના પોલિસ સ્ટેશનનો સંપર્ક કરીને બેનના ફોટો તેમજ વિડિયો કોલથી પરિવારનો સંપર્ક થાય તેવા પ્રયત્નો કરાયા અને ત્યાંના મસ્જિદમાં જઇ બેનનો ફોટો બતાવતાં બેનનો પરીવારનો સંપર્ક કરવા પ્રયત્ન કરેલ પરંતુ પરીવારની શોધખોળ વન સખી સ્ટોપ (OSC) ના કર્મચારી ધ્વારા કરાતા બેનને તેમની ભાભી અને માતા લેવા આવેલા જેઓની સાથે બેનને સેન્ટર પરથી રૂબરુ પુષ્પાબેન દ્વારા ઘેર પરત મોકલવામાં આવ્યા હતા.
ઘણા સમય બાદ પરિજનોને જોઈ બેન રડી ગયા તો સામે મા અને ભાભી પણ હરખના આંસુ વહાવતા જોવા મલ્યા. પરીવારને જોઇ બેન ભેટી પડેલા અને પરીવારે “સખી” વન સ્ટોપ સેન્ટર મહેસાણાનો આભાર વ્યકત કર્યો હતો. બેનનું સરનામું છે બુધ્ધવિહાર જવલ સંગમિત્રનગર કચેરીપાડા ભીવંડી થાણે દાંડેકરવાડી મહારાષ્ટ્ર એક દુ:ખી માનસિક અસ્વસ્થ બેનને પરિવાર સાથે મિલાપ કરાવી સખી વનસ્ટોપ સેન્ટર સાચા અર્થમાં સખી રુપ બન્યુ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Check Also
Close
Back to top button
error: Content is protected !!