વાત્સલ્યમ્ સમાચાર
વિજાપુર ના સરદારપુર ગામે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના સરદારપુર ગામે આવેલ રામ કબીર મંદિર ના પટાંગણ માં સ્વ રઈબેન ગોવિંદભાઇ પટેલ (ફુદડીયા પરિવાર ) દ્વારા સાતમી પૂર્ણય તિથિ નિમિતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટ તેમજ ભારત વિકાસ પરિષદ ઘાટલોડિયા ના સહકાર થી કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ ના નામી ડોકટરોએ ઉપસ્થિત રહીને સેવાઓ પૂરી પાડી હતી તાલુકાના આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ આ કેમ્પ માં લાભ લીધો હતો આ કેમ્પમાં હાડકાના દુઃખાવા તેમજ આંખો ની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ દર્દીઓને યોગ્ય ઈલાજ ડોક્ટરો ની ટીમે કર્યો હતો લોકોએ મોટી સંખ્યામાં કેમ્પ નો લાભ લીધો હતો