HALOLPANCHMAHAL

હાલોલમાં ૯૪માં ઉર્સે અમીરે મિલ્લત નિમિતે કાદરી તરબિયતી કેમ્પ યોજાયો.

તા.૧૬.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદિર દાઢી.હાલોલ

વડોદરાનાં ખાનકાહે એહલે સુન્નતનાં નેજા હેઠળ ૬ દિવસથી સમગ્ર ગુજરાત ભરમાં મુફ્તિ એ ગુજરાત અલ્લામા મૌલાના મુફતી સૈયદ અમિરુદ્દિંન જીલાનીયુલ કાદરી નવસારવી નાં ૯૪ માં ઉર્સ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત બુધવાર નાં રોજ હાલોલ પાવાગઢ રોડ પર આવેલ હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે અમીરે મિલ્લતનાં ૯૪ માં ઉર્સ નિમિતે કાદરી તરબિયતી કેમ્પ યોજાયો હતો.જેમાં અલ્લામા મુફ્તી મોહમ્મદ સલમાન સાહબ વેરાવલ વાળા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેઓએ ગુસ્લ,વુંઝુ,અને નમાઝ ની તરબિયત વિશે રસપ્રદ માહિતી આપી હતી.આ પ્રસંગે વડોદરાના ખાનકાહે એહલે સુન્નત નાં સજ્જાદા નશીન સૈયદ મોયુનુદ્દિંન બાબા કાદરી, સૈયદ અમિરુદ્દિનબાબા કાદરી અને સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરીની ઉપસ્થિતિમાં ભવ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો ત્યારબાદ સલાતો સલામ, દુવા અને ત્યારબાદ નિયાઝ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલના તમામ આલીમો હાફિજો અને મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!