
વિજાપુર તાલુકાના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજી ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ગવાડા ગામ ખાતે બુધવારે વૈશાખ સુદ 6ના પાવન દિવસે શ્રી જોગમાયા માતાજીનો ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો. સમગ્ર ગામમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ સર્જાયો હતો, જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જોગમાયા મિત્ર મંડળ અને ગામના તમામ ગ્રામજનો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન નીલેશજી સુરેશજી મિલનજી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.



