વિજાપુર તાલુકા ગ્રામ પંચાયતો ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નુ સરેરાશ મતદાન 71.49 % નોંધાયું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની 54 ગ્રામ પંચાયતો મા 24 ગ્રામ પંચાયતો સમરસ બની હતી.જ્યારે એક ગોવિંદપુરા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો એ ચૂંટણી નો બહિષ્કાર કરતા 29 ગ્રામપંચયતોની ચૂંટણી યોજાઈ હતી.જેમાં 29 સરપંચ સરપંચ ગ્રામપંચાયતના સભ્યો ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી નુ મતદાન શશાંતિપૂર્ણ માહોલમાં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાયું હતુ જેમાં ગ્રામ્ય વિસ્તારો મા વહેલી સવારથી જ લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે બપોર બાદ મતદાન ધીમું પાડ્યું હતુ. ગ્રામ્ય વિસ્તારો રહેતા લોકો ગામને યોગ્ય સરપંચ મળે ગામના વિકાસ ના પ્રશ્નો ને લઈ યોગ્ય વ્યક્તિ ને જીતાડવા માટે વહેલી સવારથી જ પોતાનો મતદાનનો ઉપયોગ કરવા પહોંચી હતી. સવારે 7 વાગ્યા થી મતદાન શરૂ કરવામાં આવતા 1 વાગ્યા સુધીમાં 43% મતદાન થયું હતુ. બપોર બાદ મતદાન માટે લોકો બહાર આવતા સાંજ સુધીમાં મા 71.49% નોંધાયું