MEHSANAVISNAGAR

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ થી વંચિત રહેલ અરજદારોના E KYC કામગીરી કરવામાં આવી

"એક પેડ મા કે નામ"

અહેવાલ-બળવંતસિંહ ઠાકોર

ખેતીવાડી શાખા વિસનગર વિસ્તરણ સ્ટાફ દ્વારા કમાણા, બાકરપુર, લાછડી, રાવાળાપુરા ,જેતલવાસણા ગામે  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ થી વંચિત રહેલ અરજદારોના E KYC કામગીરી કરવામાં આવી હતી.

ખેતીવાડી શાખા વિસ્તરણ સ્ટાફ દ્વારા કમાણા, બાકરપુર, લાછડી, રાવાળાપુરા , જેતલવાસના ખેડુતોના પીએમ કિસાન સન્માન નિધિ માં હેઠળ Ekyc કરવાની કામગીરી કરાઈ તેમજ પાક સંગ્રહ સ્ટ્રક્ચર હેઠળ સ્થળ ચકાસણી અને ખેડુતોની physical verification,પાક કાપણી અખતરા ની કામગીરી કરવામાં આવી હ્તી તેમજ “એક પેડ મા કે નામ” કાર્યક્ર્મ હેઠળ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતુ.

વિસ્તરણ સ્ટાફ દ્વારા ખેડૂતલક્ષી તાલીમો દ્વારા સરકારશ્રીની લાભકારી યોજનાઓમાં સહાય લેવા અંગે જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી નીલેશભાઈ પટેલે જણાવ્યું હતુ.

Back to top button
error: Content is protected !!