વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં કલા-કૌશલ્ય ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
32 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; મહેંદી, કેશ ગૂંફન અને વાનગી સ્પર્ધામાં પ્રતિભા ઝળકી

વિજાપુરની આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજમાં કલા-કૌશલ્ય ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
32 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો; મહેંદી, કેશ ગૂંફન અને વાનગી સ્પર્ધામાં પ્રતિભા ઝળકી
વિજાપુર:
વિજાપુર શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે કલા-કૌશલ્ય ધારા અંતર્ગત મહેંદી, કેશ ગૂંફન અને વાનગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓમાં કુલ 32 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી હતી.
મહેંદી સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ આકર્ષક અને અવનવી ડિઝાઇન દ્વારા પોતાની કળા-સૂઝનો પરિચય આપ્યો હતો. જેમાં નજરાના મન્સુરીએ પ્રથમ, હિરલબા મકવાણા અને શ્રેયાબા રાઠોડે સંયુક્ત રીતે દ્વિતીય તેમજ માહીન પઠાણ અને રિયા પ્રજાપતિએ સંયુક્ત રીતે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
કેશ ગૂંફન સ્પર્ધામાં દેવીપૂજક નિશાએ પ્રથમ, બાવા આરતીએ દ્વિતીય તથા પટેલ નિશા અને સુથાર જ્હાનવીએ સંયુક્ત રીતે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
વાનગી સ્પર્ધામાં હિમાંશી બારોટે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જ્યારે પટેલ વિમી અને મનસુરી નજરાનાએ સંયુક્ત રીતે દ્વિતીય તેમજ ઠાકોર માનસી અને ખત્રી હેત્વીએ સંયુક્ત રીતે તૃતીય સ્થાન મેળવ્યું હતું.
લાયન્સ ક્લબ કાંઠા વિસ્તારના સહયોગથી તમામ વિજેતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. સમારંભમાં ટ્રસ્ટી બી.કે. પટેલ તથા લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ કલા-કૌશલ્ય ધારાના કન્વીનર ડૉ. જે.એમ. પટેલ તથા ડૉ. આર.એ. પટેલે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું.



