વિજાપુર સાબરમતી નદી દેરોલ પુલ ચાલુ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પીકઅપ ડાલા માં માટી ભરી પુલ ની વજન ખમવાની કપીસીટી ની ચકાસણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી દેરોલ પુલ છેલ્લા બે માસ થી પુલ ઉપર થી ભારે વાહનો તેમજ કાર ગાડી રીક્ષા બાઇક વગેરે ની અવર જવર ઉપર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે પુલ ઉપર રાહદારીઓ ની અવર જવર ચાલુ કરાયા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા પુલ ઉપર થી વાહનો ની અવર જવર ચાલુ કરવા માટે પુલ ની વજન ખમવા ની કેપીસીટી ની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ઇકો ડાલા માં માટી તેમજ અન્ય ચીજ વસ્તુઓ વાહનો ભરી પુલ ઉપર ફેરવી ઊભી આડી લાઈનો માં પીક અપ ડાલા મૂકીને પુલ ની વજન ખમવાની કેપીસીટી ની ચકાસણી કરવામાં આવી છે. જોકે હજુ કોઈ પણ વાહન ને અવર જવર માટે ચાલુ કરવામાં આવ્યો નથી. પુલની વજન ખમવાની ચકાસણી બાદ કેટલા કેપીસીટી વાળા વાહનો કયા કયા વાહનો પુલ ઉપર થી જઈ શકશે તે નક્કી કરાયા બાદ તંત્ર દ્વારા જાણ કરવામાં આવનાર છે હાલ માં પુલ ઉપર થી વાહનો ની અવર જવર સદંતર બંધ છે.