MEHSANAVIJAPUR

નીટ પેપર લીક મુદ્દે વિરોધ પહેલા જ વિજાપુર તાલુકા AAP કાર્યકરો હોદેદારો ની અટકાયત કરાઇ

નીટ પેપર લીક મુદ્દે વિરોધ પહેલા જ વિજાપુર તાલુકા AAP કાર્યકરો હોદેદારો ની અટકાયત કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નીટ (NEET) પેપર લીક જેવા ગંભીર મુદ્દે યુવાનોના ભવિષ્ય સાથે થયેલા ખિલવાડના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે યોજાનારા કાર્યક્રમ માં હાજરી આપવા જતા પહેલા વિજાપુર તાલુકાના આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકરો, નેતાઓ અને યુવાનોને પોલીસ દ્વારા તેમના ઘર અને ઓફિસેથી અટકાયત (ડિટેઇન) કરવામા આવ્યા હતા.
આમ આદમી પાર્ટીએ આ કાર્યવાહીનો કડક વિરોધ વ્યક્ત કરતાં આપ પાર્ટીના પ્રદેશ અગ્રણી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતુંકે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવાનો અધિકાર દરેક નાગરિકને બંધારણ દ્વારા આપવામાં આવ્યો છે. તેમ છતાં સરકારે સત્તા બળનો ઉપયોગ કરીને વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે લોકશાહી મૂલ્યો વિરુદ્ધ હોવાનું પક્ષે જણાવ્યું છે.
પક્ષના જણાવ્યા મુજબ, નીટ પેપર લીક જેવી ઘટનાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ મુદ્દે અવાજ ઉઠાવતા યુવાનો અને વિપક્ષના કાર્યકરોને અટકાવવામાં આવી રહ્યા છે, જે અત્યંત દુઃખનીય બાબત છે.પોલીસે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કાર્યકરોને તેમના નિવાસસ્થાન અને કાર્યસ્થળેથી ડિટેઇન કરાયા છે. પક્ષે સરકારને લોકશાહી મૂલ્યોનું સન્માન કરવા તેમજ નીટ પેપર લીક કૌભાંડના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!