MEHSANAVIJAPUR

જેતપુર પ્રાથમિક શાળામાં માનવ સાંકળ રચી મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા

જેતપુર પ્રાથમિક શાળામાં માનવ સાંકળ રચી મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
લોકશાહીનો અવસર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે લોકોમાં ચુનાવ પર્વ દેશ કા ગર્વ અનુભૂતિ થાય તે માટે મહેસાણા જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા લોકભોગ્ય રીતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિના પ્રયાસો થઈ રહ્યા છે જે પૈકી ૨૦ ખેરાલુ વિધાનસભામાં સમાવિષ્ટ આગામી લોકસભા ૨૦૨૪ ને અનુલક્ષીને ” લોકશાહીનું મૂલ્ય ચુકવો, મતદાન માટે આગળ વધો” સ્લોગન હેઠળ ડાવોલ , ગઢામણ અને સમોજા ગામે સભા , સંકલ્પ પત્ર, વિતરણ ,માનવ સાંકળ રચી મતદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ મતદાન જનજાગૃતિ માટે માનવ સાંકળ રચી હતી તેમજ બાળકો “લોકશાહી” શબ્દ બન્યા હતા. જેનું આકર્ષણ તેઓ ગ્રામ્ય લોકોમાં બન્યા હતા આ સાથે બેચરાજી તાલુકાના રણેલા ક્લસ્ટરની જેતપુર શાળાના વિદ્યાર્થીઓ પણ “ગો ફોર વોટ” બનીને લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આચાર્ય તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન પ્રવૃત્તિના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી બન્યા હતા…આ તકે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો તેમજ આચાર્ય સૌએ સાથે મળીને મતદાન કરવાના શપથ લીધા હતા..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!