GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં જાહેર માર્ગમાં ચકકાજામ કરનાર પુરૂષો, મહિલા સામે ગુનો દાખલ

પ્રાથમિક સુવિધા આપવા દેખાવો કરતા બી-ડીવીઝન પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર વઢવાણ મુળચંદ રોડ પર કેસરીયા બાલમ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાઓ અને સ્થાનીક રહિશોએ સોમવારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જે મામલે બી-ડિવીઝન પોલીસે જાગૃત નાગરિક સહિત ચક્કાજામ કરનાર મહિલાઓ અને પુરૂષો સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વઢવાણ મુળચંદ રોડ પર કેસરીયાબાલમ વિસ્તારમાં રહેતી અંદાજે 10થી 12 મહિલાઓ તેમજ 2થી 3 અજાણ્યા પુરૂષોએ જાગૃત નાગરિક કમલેશ કોટેચાની આગેવાનીમાં પ્રાથમિક સુવિધાઓ સહિત સ્થાનીક વિસ્તારની સમસ્યાઓ અંગે સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેની જાણ થતાં બી- ડિવીઝન પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ મામલે તેમજ રસ્તો બંધ કરી 5 થી વધુ માણસો ભેગા કરવા બદલ મંજુરી લીધી છે કે કેમ ? તે બાબતે પુછપરછ કરતા કોઈપણ જાતની મંજુરી કે હુકમ નહિં હોવાનું જણાવ્યું હતું આથી ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા મહિલાઓને રસ્તા પરથી હટી જઈ રોડ ખુલ્લો કરવા બાબતે જણાવ્યું હોવા છતાં કમલેશ કોટેચાની આગેવાનીમાં મહિલાઓ તથા પુરૃષો દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નહોતો અને મનપા કમિશનર આવશે તો જ રસ્તો ખોલવામાં આવશે તેવી રજુઆત કરી હતી જે મામલે સભા સરઘસ બંધીના જાહેરનામાનું ઉલંધ્ધન થતું જણાઈ આવતા બી-ડિવીઝન પોલીસે જાહેરનામાના ઉલંધ્ધન બદલ કમલેશ કોટેચા સહિત 10 મહિલાઓ અને 2 પુરૂષો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!