સોમનાથ ખાતે રાજ્યકક્ષાની ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમન બાદ અન્ય એક ફ્લાઈટના મારફતે ગુજરાત સરકારના વિવિધ વિભાગના મંત્રીશ્રીઓ અને રાજ્ય સરકારના જૂદા-જૂદા વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.કેશોદ એરપોર્ટ ખાતે રાજ્ય સરકારના નાણા અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુભાઈ પરમાર, આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં સહભાગી થવા પધારેલા અધિક મુખ્ય સચિવ સર્વશ્રી સુનયના તોમર, શ્રી કમલ દયાની, શ્રી સી.વી. સોમ, ડો. જયંતિ રવિ, ડો. અંજુ શર્મા, શ્રી એસ.જે હૈદર, શ્રી જે.પી. ગુપ્તા, ઉપરાંત અગ્ર સચિવ સર્વશ્રી મોના ખંધાર અને ડૉ. ટી. નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રાજીવ ટોપનો, અગ્ર સચિવ સર્વશ્રી મમતા વર્મા, શ્રી મુકેશકુમાર, શ્રીમતી શાહમીના હુસૈન, શ્રી અશ્વિનીકુમાર, શ્રી આર. સી. મીના, ધનંજય દ્વિવેદી, શ્રી મોહમ્મદ શાહિદ, શ્રી સંજીવ કુમાર સહિતના ટોચના અધિકારીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકારના જૂદા-જૂદા વિભાગના મંત્રીશ્રીઓ અને ટોચના અધિકારીશ્રીઓના આગમનને વધાવવા માટે સાંસ્કૃતિક કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત પર શાસ્ત્રીય નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. કેશોદ એરપોર્ટ ખાતે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓનું જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, પ્રાંત અધિકારી શ્રી કિસન ગરચર સહિતના અધિકારીઓએ ઉમંગભેર સ્વાગત કર્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ