મંત્રીશ્રીઓ શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શ્રી કૌશિક વેકરીયા એ ભવનાથ-ગિરનારની પાવન ધરતી પર શ્રી શેરનાથબાપુ, હરિહરાનંદન બાપુ, ઇન્દ્ર ભારતીબાપુ અને મહાદેવગીરી બાપુ સહિત સંતોના આશીર્વાદ લીધા
મંત્રીશ્રીઓ શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શ્રી કૌશિક વેકરીયા એ ભવનાથ-ગિરનારની પાવન ધરતી પર શ્રી શેરનાથબાપુ, હરિહરાનંદન બાપુ, ઇન્દ્ર ભારતીબાપુ અને મહાદેવગીરી બાપુ સહિત સંતોના આશીર્વાદ લીધા

ગુરુપૂર્ણિમા પર્વના અનુસંધાને ગુજરાત રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ પાવન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાપૂર્વક દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા સાથે પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી સ્વામી શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી સહિત સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન પર્વના અનુસંધાને ધાર્મિક અને આધ્યાત્મિક ભાવ સાથે શ્રી કૌશિકભાઈ વેકરીયાએ મંદિર પરિસરમાં શીશ નમાવી ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. પ્રદ્યુમન ભાઈ વાજા તથા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા એ નીલકંઠ વર્ણી મહારાજનો અભિષેક કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સ્વામી શ્રી ધર્મવિનય દાસજી તથા સ્વામી શ્રી અખંડચિંતન દાસજી દ્વારા બંને મંત્રીશ્રીઓને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભવનાથ ગોરખનાથ આશ્રમ ખાતે શ્રી શેરનાથબાપુ, ભારતી આશ્રમ ખાતે શ્રી હરિહરાનંદન બાપુ, અવધૂત આશ્રમ ખાતે મહંત શ્રી મહાદેવગીરી બાપુ તથા જાગીર ભારતી આશ્રમ ખાતે શ્રી ઇન્દ્ર ભારતીબાપુના દર્શન કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગિરનારની પાવન ભૂમિ પર સંતો-મહંતોના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા પર્વના અનુસંધાને યોજાયેલી આ મુલાકાત શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ બની હતી. આ તકે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતોના આશીર્વાદ અને પાવન સાનિધ્ય વચ્ચે યોજાયેલી આ મુલાકાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વની આધ્યાત્મિક ભાવનાને વધુ ઉજાગર કરી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






