અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના લીંબોદ્રા ગામના આધેડ અમ્રુતસર માંથી ગુમ થયા પરીવારજનો ચિંતામાં મુકાયા
મેઘરજ તાલુકાના લીંબોદ્રા ગામના ૬૦ વર્ષીય આધેડ શખ્સ ગામના ત્રણ શખ્સો સાથે પંજાબ તેમજ અન્ય સ્થળોએ ટ્રાવેલ્સમાં પ્રવાસે ગયા હતા જેમાં આધેડ શખ્સ પંજાબના અમ્રુતસર થી ગુમ થતાં સાથી પ્રવાસીયોએ અમ્રુતસર પોલીસમાં આધેડ ગુમ થયાની જાણવાજોગ ફરીયાદ નોધાવીછે
લીંબોદ્રા (ઢુઢા) ગામના ૬૦ વર્ષીય ગલાભાઇ બલુભાઇ ગામેતિ તા.૧/૪/૨૦૨૫ ના રોજ ગામના ત્રણ શખ્સો સાથે ટ્રાવેલ્સ ટુર ના પ્રવાસે પંજાબ ખાતે ગયા હતા જેમાં તા.૪/૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં ગલાભાઇ તેમજ તેમના ગામના સાથી મિત્ર બંન્ને અમ્રુતસર થી ગુમ થયા હતા ટ્રાવેલ્સના અન્ય પ્રવાસીયોએ આ બંન્ને શખ્સોની શોધખોળ કરી હતી પરંતુ બંન્ને શખ્સોનો ક્યાંય પત્તો ન લાગતાં ટ્રાવેલ્સના પ્રવાસીયો દ્વારા અમ્રુતસર પોલીસમાં બંન્ને શખ્સો ગુમ થયાની જાણવાજોગ ફરીયાદ નોધાવી હતી અને ટ્રાવેલ્સટુર અમ્રુતસર થી આગળના સ્થળોએ જવા રવાના થઇ હતી પરંતુ અમ્રુતસર માંથી ગલાભાઇ સાથે ગુમ થયેલ શખ્સ પોતાના ઘરે લીંબોદ્રા ખાતે આવી ગયા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે ગલાભાઇ અને હુ એમ બંન્ને અલગ અલગ છુટા પડી ગયા હતા હુ બે દિવસ અમ્રુતસર ખાતે રહ્યો પરંતુ મને ટ્રાવેલ્સ વાળા કોઇ લેવા કે શોધવા આવ્યા ન હતા હુ મારી જાતે ઘરે આવી ગયોછુ તેમ જણાવતાં ગલાભાઇ ગામેતિનો પરીવાર ગલાભાઇની શોધખોળ કરવા મેઘરજ પોલીસની મદદ લઇ અમ્રુતસર પંજાબ પોલીસ સાથે સતત સંપર્ક કરી રહ્યાછે