GUJARATSINORVADODARA

શિનોર APMC ખાતે નવા વે-બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..

શિનોર APMC ખાતે નવા વે-બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..

ફૈઝ ખત્રી..શિનોર
વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ APMC ખાતે ખેડૂતોની સુવિધામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. APMC ખાતે નવનિર્મિત વે-બ્રિજનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
લોકાર્પણ સમારોહમાં APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયેશભાઈ પટેલ સહિત બોર્ડના સભ્યો, સહકારી મંડળીઓના આગેવાનો તથા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીઓને લઈને તેઓ સંપૂર્ણ સાથ-સહકાર આપશે અને ખેડૂતોના પ્રશ્નોને ગાંધીનગર સુધી રજૂ કરવામાં આવશે.
સાથે જ શિનોર APMC સાથે સંકળાયેલા સાધલી અને સેગવા ખાતેના સેન્ટરોમાં પણ આગામી સમયમાં વધુ વિકાસ અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેથી ખેડૂતોને નાની-મોટી કામગીરી માટે શિનોર સુધી આવવાની જરૂર ન પડે અને સ્થાનિક સ્તરે જ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની શકે.
ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે શિનોર APMCના ચેરમેન, વાઇસ ચેરમેન તથા તમામ બોર્ડના ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી વે-બ્રિજની સુવિધાથી ખેડૂતોને સરળતા મળશે તેમજ APMCની કામગીરીમાં વધુ પારદર્શિતા અને સુવિધા વધશે.

Back to top button
error: Content is protected !!