દસાડામાં 2.52 કરોડના આધુનિક કચરા પ્રોસેસિંગ પ્લાન્ટનું ધારાસભ્ય વરદ હસ્તે કર્યું લોકાર્પણ
સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે
તા.27/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે
સાત વર્ષ સુધી સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ.1.80 કરોડનો ખર્ચ કરવામાં આવશે, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન યોજનાને વધુ વેગ આપવાના ઉદ્દેશ સાથે દસાડા વિધાનસભા મતવિસ્તારના પાટડી ખાતે એક આધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ ધારાસભ્ય પી. કે. પરમારના હસ્તે કરવામાં આવ્યું છે આ પ્લાન્ટ સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ કરી તેનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરવા સક્ષમ છે જે પાટડી શહેરના કચરા વ્યવસ્થા પનને વધુ સુવ્યવસ્થિત બનાવશે અને સ્વચ્છતા અભિયાનને નવી ગતિ આપશે.દસાડા પાટડી વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી દિલીપભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ ચેતનાબેન ચંદારાણા, કારોબારી ચેરમેન, ઉપપ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રોજેક્ટની આ પ્રોસેસિંગ પ્લાન્ટની અંદાજિત કિંમત રૂ. ૨.૫૨ કરોડ છે વધુમાં, આગામી સાત વર્ષ સુધી તેના સુચારુ સંચાલન અને મેન્ટેનન્સ માટે રૂ. ૧.૮૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે ત્યારે આ પ્લાન્ટની મદદથી પાટડી શહેરમાં ઉત્પન્ન થતા કચરાનું સ્ત્રોત પર જ સૂકા અને ભીના કચરામાં વૈજ્ઞાનિક વર્ગીકરણ કરી તેના નિકાલની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે પરિણામે પ્લાન્ટના પ્રારંભથી શહેરના કચરાના ઢગલાઓ ઘટશે અને સ્વચ્છતાના સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે જેનાથી પાટડીને ‘ગાર્બેજ-ફ્રી સિટી’ બનાવવાનું લક્ષ્ય સિદ્ધ થઈ શકશે વધુમાં ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું છે અને આનાથી પાટડીના નાગરિકોને સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણ મળશે.