DAHODGUJARAT

દાહોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાણીયાના લીમડાબરા ગામ ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ

તા.૦૬.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉચવાણીયાના લીમડાબરા ગામ ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ

100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંચવાણીયા ના લીમડાબરા ગામ ખાતે માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન ઊંચવાણીયા .પી.એચ.સી ના લીમડાબરા ગામ ખાતે આવી હતી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને ૧૦૮ શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે પાડવામાં આવ્યા હતા. તથા તમામ ની ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી અને ૧૬ સીબીનાટ ની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા આ મોબાઇલ એ-ક્ષરેવાન માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તાલુકા ટીબી સુપરવાઈઝર પી.એચ.સી.સુપરવાઈઝર તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર આશા ફેસેલિટર આશા બહેનો ના સહયોગ થી ૧૦૦ દિવસ સધન ટીબી કાર્યક્રમ સફળ રહ્યો હતો આવો સૌ સાથે ભેગા મળીને બનાવીએ ટીબી મુક્ત ભારત

 

Back to top button
error: Content is protected !!