GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે હજરત ઈમામ હુસેન તેમજ તેમના ૭૨ સાથીઓની યાદમાં મોહર્રમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

 

તારીખ ૦૬/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ઈસ્લામ ધર્મના સ્થાપક પયગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સાહેબના દોહિત્ર ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ ની ઉજવણી કરે છે. મહોરમ મહિનાનો દસમો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે.ઈતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની ૧૦ તારીખે પયગંબરે ઇસ્લામ હઝરત મોહમ્મદના સાહેબના દોહિત્ર પુત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને ઈસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના ૭૨ સાથીઓ પણ શહીદ થયા હતા.જ્યારે આ યુદ્ધ સ્ત્ય અને અસત્ય માટેનું હતું.જ્યારે દર વર્ષે મુસ્લિમ બિરાદરો ઈમામ હુસૈન ની યાદમાં મોહરમની ઉજવણી કરે છે જેને લઈ આજે દર વર્ષની જેમ પરમ્પરાગત રીતે કાલોલ શહેરમાં પણ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરના જુમ્મા મસ્જીદ નુરાની ચોક ખાતેથી સાંજના છ વાગ્યાની આસપાસ તાજીયાનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું અને નગરના મુખ્ય માર્ગો પર ફરી પોલીસ સ્ટેશન થઇ મામલતદાર કચેરી પાસે આવી પહોંચ્યાં હતાં જ્યાં એકી સાથે અંદાજીત ભારથી પંદર કલાત્મક તાજીયા આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. મોહરમ પર્વની ઉજવણી ને લઇ નગર ખાતે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ પીએસઆઇ એલએ પરમાર પીએસઆઇ પીકે ક્રિશ્ચયન સહિત પોલીસ એસઆરપી અને હોમગાર્ડ જવાન દ્વારા ખડે પગે સેવા બજાવી શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઇ રહે તે માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; hdrForward: 0; highlight: false; brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;HdrStatus: auto;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

Back to top button
error: Content is protected !!