GUJARAT:જનતાનો આક્રોશ: “દેખાડા છોડો, નક્કર કામ કરો અથવા સત્તા છોડો”







GUJARAT:જનતાનો આક્રોશ: “દેખાડા છોડો, નક્કર કામ કરો અથવા સત્તા છોડો”


દેખાડા કરવા કરતા નક્કર કામ કરો, નહિતર ઘર ભેગા થાવ!!
હાલમાં મોંઘવારીથી પીસાતી ભારતની જનતા માટે ભાજપ સરકાર કોઈ નક્કર કદમો ઉઠવતી જોવા મળતી નથી.
પેટ્રોલ ડીઝલ બચવવા દેખાડા કરવા પૂરતા મંત્રીના કાફલાની ગાડીઓની સંખ્યા ઘટાડવાના નાટક અને આવડત વગર મુકાયેલ મંત્રી કે મુખ્યમંત્રી એક વાર બાઈક ઉપર કે ઇ-રિક્ષામાં સવારી કરી દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી મૂર્ખ બનાવી રહી છે.
દેશમાં પેટ્રોલ ડીઝલનો બફર સ્ટોક કરવાની ક્ષમતા વધારવા ઉપર વહેલાસર કામ કરેલ હોત અને
મિત્ર દેશ રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલુ રાખેલ હોત તો આજે આ ગેસ અને ઇંધણમાટે અછત અને ભાવવધારાની વિકટ પરિસ્થિતિથી બચી શકાય તેમ હતું.
મોદી સરકાર દ્વારા જો નક્કર નીતિ વિષયક સાચા પગલાં લેવાયા હોત તો દેશનું અર્થતંત્ર પાટા ઉપર રહેત, પણ હવે દેખાડા પૂરતા કોઈ પણ પગલાં લઈ આ આર્થિક મોરચે નિષ્ફળ સરકાર પોતાનું મોઢું સંતાડી શકાય તેમ નથી.
શહેર કે ગામના માત્ર નામ બદલી, હિંદુ મુસલમાન વચ્ચે ઝઘડા કરાવી, હિંદુ લોકોને ડરમાં લાવી, હિન્દુ મતોનું ધૂર્વીકરણ કરી, ચૂંટણી પંચ અને આખા સરકારી તંત્રના ગેરઉપયોગથી કોઈ પણ ચૂંટણી જરૂર જીતી શકાય પણ દેશનું અર્થ તંત્ર ચલાવતા મોદીજી ને આવડ્યું નહિ, એમાં થોડું સાચી ડિગ્રી વાડુ ભણતર જોઈએ..
બોગસ નિર્ણયોથી ચાલુ ધંધો બંધ થાય, દેશમાં મંદી આવે, લોકોની નોકરી છીનવાય જાય, મોંઘવારી વધે અને પૈસા વાળા વધુ ધનિક બને, અને ગરીબો ગળે ટૂંપો ખાઈ!
વાહ ગુજરાતના પનોતા પુત્ર વાહ.:સરદાર પટેલના નામ પર ચરી ખાવું સહેલું છે પણ સરદાર વલ્લભભાઈ પટેલની જેમ જીવવુ અને લોકોના કામ કરી બતાવવું ખૂબ અઘરું છે.
મોદી ભલે મોદી મોદી નામ લખેલ લાખોના સુટ પહેરી શકે, પણ સરદાર પટેલના પગરખાં માં તમારો પગ નો આવે ભાઈ.
સનાતની હિન્દુઓ પહેલા પણ સ્વમાન ભેર ગર્વથી જીવતા અને પછી પણ જીવશે પણ મોદીજી સત્તામાં છો ત્યાં સુધી કાઇક તો સારું કામ કરતા જાવ, બાકી નિષ્ફળ પ્રધાન મંત્રીજી અમેરિકાની કઠપૂતળી જેમ નાચવાનું બંધ કરો તો સારું.
હવે કોઈ પણ અચાનક નિર્ણય, જે દેશના નાના વેપારી વર્ગને કે મધ્યમવર્ગ ની જનતાને હેરાન કરનારો હસે તે શાંખી લેવામાં નહિ.
તમારા બધા ખોટા ખેલ લોકો સમજે છે, પણ બોલતા નથી એટલે એમ ન સમજવુ કે લોકો મૂર્ખ છે.
સાચા દેશ પ્રેમી બની, અમેરિકાના ટ્રમ્પ ની પૂજા કરવા કરતા કાઇક સાચા કામ કરો જેમકે;
ગાય ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી ગૌમાતાની કતલ થતી અટકાવો.
દૂધ અને અન્ય ખાદ્ય ચીજોમાં ભેળસેળ અટકાવો, કેન્સરથી લોકોને બચાવો.
ગેસના બાટલાના અનઅધિકૃત વેચાણ બંધ કરાવી ગેસ સિલિન્ડરના કાળા બજાર બંધ કરાવો.
પીવાનું ચોખ્ખું પાણી મળે તેવી વ્યવસ્થા તો જતાં જતાં કરો.
ઉદ્યોગગૃહો ને પ્રદૂષણ નિયમોનું પાલન કરવા ફરજ પાડો જેથી
ગામ અને શહેર રહેવા લાયક બચે.
મુખ્યમંત્રીનું નામ નક્કી કરવાથી લઈ કોર્પોરેટરની ટિકિટ વહેચણીમાં બધું ધ્યાન રાખતા મોદી-શાહ ને દેશમાં ચલતો ભષ્ટ્રાચાર દેખાતો નથી અને મોદી સારા છે, નીચે બધા નબળા છે તેવા બહાના હવે નહિ બચાવી શકે.
નવા બનતા પુલ પડે, ટ્રેન ઊંધી પડે, દેશ માં મંદી આવે, રૂપિયો ડોલર સામે ખૂબ તૂટે પણ મોદીની ઊંઘ ન ઉડે અને વિદેશ પ્રવાસમાં માનીતા ઉદ્યોગપતિ સાથે મોદી પ્લેન માં ઉડે.
જનતા જાગેલ છે, હવે કંઈ નક્કર કામ કરો અથવા પાછા સંઘમાં પ્રચારક બનો તો દેશ નું કંઈ કલ્યાણ થાય.





