MORBI:મોરબીના રંગપર ગામની સીમમાં જુગાર રમતા ૧૦ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના રંગપર ગામની સીમમાં જુગાર રમતા ૧૦ ઈસમો ઝડપાયા
સરહદી રેન્જ ભુજ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ, મોરબી તાલુકા પોલીસે જુગારની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા એક સફળ રેડ પાડી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રંગપર ગામની સીમમાં, રંગપર થી જીવાપર જવાના રસ્તે આવેલી ધનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલાની વાડીની ઓરડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં ગંજીપત્તા વડે જુગાર રમતા ૧૦ ઇસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ:૧. ધનશ્યામસિંહ સજ્જનસિંહ ઝાલા (રહે. રંગપર) ૨. અલ્પેશભાઇ બાબુભાઇ કાનાણી (રહે. વિજયનગર, મોરબી) ૩. જગદીશભાઇ ચતુરભાઇ બાવરવા (રહે. મહેન્દ્રનગર, મોરબી) ૪. મહેશભાઇ અંબારામભાઇ અંબાણી (રહે. થોરાળા, મોરબી). ૫. રાજેશભાઇ કાનજીભાઈ મોટકા (રહે. ખાખરેચી, તા. માળીયા) ૬. ભરતભાઇ ચંદુભાઇ લોરીયા (રહે. કન્યા છાત્રાલય રોડ, મોરબી) ૭. સુરેશભાઇ દેવશીભાઇ જાલરીયા (રહે. રવાપર રોડ, મોરબી) ૮. કાંતીલાલ નાગજીભાઇ દેત્રોજા (રહે. મહેન્દ્રનગર, મોરબી) ૯. જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કડીવાર (રહે. વાઘપર, મોરબી) ૧૦. રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા (રહે. પીપળી, મોરબી) કબ્જે કરેલ મુદ્દામાલ:પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૧,૨૨,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એસ. ઘેટીયા, પો.સ.ઇ. સી.એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.









