MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલો ઝડપાઈ: એક શખ્સ સામે ગુનો દાખલ

 

MORBI:મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૩ બોટલો ઝડપાઈ: એક શખ્સ સામે ગુનો દાખલ

 

મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં રેઇડ કરીને વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મળતી વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે મોરબીના રણછોડનગર વિસ્તારમાં આવેલા જલારામ એપાર્ટમેન્ટમાં રેઇડ પાડી હતી.

આ રેઇડ દરમિયાન મકાનના માલિક સાગરભાઈ કાંતીલાલ પલાણ (ઉં.વ. ૩૨) ના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખવામાં આવેલી વિદેશી દારૂની કુલ ૧૩ બોટલો મળી આવી હતી. પોલીસે રૂપિયા ૧,૧૭૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બી ડિવિઝન પોલીસે આરોપી સાગર પલાણને ઝડપી પાડી, તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ (દારૂબંધી ધારા) હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!