TANKARA:ટંકારાના ડેમી-૨ સિંચાઈ યોજનાના ૨ દરવાજા ખોલાશે: ૧૧૦૧ ક્યુસેક પાણી છોડાશે; ૬ ગામો એલર્ટ







TANKARA:ટંકારાના ડેમી-૨ સિંચાઈ યોજનાના ૨ દરવાજા ખોલાશે: ૧૧૦૧ ક્યુસેક પાણી છોડાશે; ૬ ગામો એલર્ટ


મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલી ડેમી-૨ સિંચાઈ યોજનાના દરવાજા આગામી તારીખ ૧૫/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે ખોલવામાં આવનાર છે. ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમોને પાણીથી સમૃદ્ધ કરવા માટે તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડેમના હેઠવાસમાં આવેલા ચેકડેમો ભરવા માટે કુલ ૧૫ MCFT પાણી છોડવાની દરખાસ્તને સરકાર તરફથી મંજૂરી મળી ગઈ છે: ડેમી-૨ જળાશયનું વર્તમાન લેવલ ૪૫.૨૦ મીટર છે અને ડેમમાં હાલ ૨૩૩.૦૫ MCFT ગ્રોસ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સરકારી મંજૂરી: સેક્સન ઓફિસરના જણાવ્યા મુજબ, પાણી છોડવા માટેની દરખાસ્તને ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ (સચિવાલય, ગાંધીનગર) દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
૧૫મી જૂને સવારે ૯ વાગ્યે નીચે મુજબની કામગીરી કરવામાં આવશે:ખોલવામાં આવનાર દરવાજા: ૨ દરવાજા કેટલા ખોલાશે: ૧ ફૂટ સુધી પાણીનો પ્રવાહ (ડિસ્ચાર્જ): ૧૧૦૧ ક્યુસેક નદીના પટમાં અવરજવર કરવા પર પ્રતિબંધ: આ ગામોને કરાયા એલર્ટ
ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા હેઠવાસના નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા કડક તાકીદ કરવામાં આવી છે.ટંકારા તાલુકોનસીતપર, નાના રામપર, મોટા રામપર મોરબી તાલુકોચાંચાપર, ખાનપર, કોયલી તંત્ર દ્વારા તમામ ગ્રામજનોને સુરક્ષાના ભાગરૂપે સાવધ રહેવા અને પશુઓને પણ નદી કિનારાથી દૂર રાખવા અપીલ કરવામાં આવી છે.


