MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપામાં નવા હોદ્દેદારોની વરણી: ૨૫ વર્ષના ઉત્તમ સુરાણી બન્યા સૌથી યુવા મેયર

 

MORBI:મોરબી મનપામાં નવા હોદ્દેદારોની વરણી: ૨૫ વર્ષના ઉત્તમ સુરાણી બન્યા સૌથી યુવા મેયર

મોરબી મહાનગરપાલિકા (મનપા) ના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વરણીમાં સૌથી મોટું આકર્ષણ મેયર પદ રહ્યું છે, જેમાં પક્ષ દ્વારા યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

મેયર: મોરબી મનપાના મેયર તરીકે ઉત્તમ સુરાણીની વરણી કરવામાં આવી છે. માત્ર ૨૫ વર્ષની ઉંમર ધરાવતા ઉત્તમ સુરાણી મોરબીના સૌથી યુવા મેયર બન્યા છે.

ડેપ્યુટી મેયર: ડેપ્યુટી મેયર તરીકે ચિરાગભાઈ રાણપરાની વરણી કરાઈ છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: આ મહત્વના પદ પર જયંતીભાઈ પડસુંબિયાની પસંદગી કરવામાં આવી છે.

શાસક પક્ષના નેતા: શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજાની વરણી કરવામાં આવી છે.

દંડક: મનપાના દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

નવા વરાયેલા તમામ હોદ્દેદારોને મોરબીના વિકાસ કાર્યોને વેગ આપવા માટે શુભેચ્છાઓ મળી રહી છે. યુવા અને અનુભવી નેતાઓના આ સમન્વયથી મોરબી શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!