MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન માટે કર્મચારીઓ-શ્રમિકોને ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવી પડશે




MORBI:મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: મતદાન માટે કર્મચારીઓ-શ્રમિકોને ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવી પડશે

મોરબી: રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના આદેશ અનુસાર આગામી ૫ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ મોરબી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. આ દિવસે જે કર્મચારીઓ કે શ્રમિકોને સાપ્તાહિક રજા મળવાપાત્ર ન હોય, તેઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી તમામ વ્યાપારી સંસ્થાઓ જેવી કે: હોટલો અને રેસ્ટોરન્ટ્સ,હોસ્પિટલો,શોપિંગ મોલ અને થિયેટરો,નાની-મોટી ખાનગી સંસ્થાઓ,બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા શ્રમિકો ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ તેમજ બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન વર્ક્સ અધિનિયમ ૧૯૯૬ હેઠળ નીચે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે:
૩ કલાકની ખાસ રજા: જે કર્મચારીઓને ૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર) ના રોજ સાપ્તાહિક રજા ન હોય, તેમને વારાફરતી ૩ કલાકની ખાસ રજા આપવાની રહેશે જેથી તેઓ મતદાન કરી શકે.અવેજી રજા: જો સંસ્થા ઈચ્છે તો જે દિવસે સાપ્તાહિક રજા હોય તે દિવસે કામ ચાલુ રાખીને, તેના બદલામાં મતદાનના દિવસે રજા આપી શકશે. જો કોઈ સંસ્થા કે એકમ દ્વારા મતદાન માટે રજા આપવામાં ન આવે અથવા આ બાબતે કોઈ પણ મુશ્કેલી હોય, તો શ્રમિકો કે કર્મચારીઓ મોબાઈલ નંબર: ૯૨૨૮૨ ૨૦૨૨૯ પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકશે.તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકશાહીના આ પર્વમાં દરેક મતદાર પોતાનો કિંમતી મત આપે અને સંસ્થાઓ તેમને પૂરતો સહયોગ કરે.



