GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવામાં ટ્રાવેલ્સની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા 

 

HALVAD:હળવદના ચરાડવામાં ટ્રાવેલ્સની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા

સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની પ્રોહીબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અન્વયે મોરબી ક્રાઈમ બ્રાંચ (LCB) અને પેરોલ ફર્લો સ્ક્વોડે એક સફળ કામગીરી કરીને હળવદ તાલુકાના ચરાડવા ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે ચરાડવા ગામના વિજયભાઈ છગનભાઈ પટેલ, બસ સ્ટેન્ડ પાસે આવેલી પોતાની ટ્રાવેલ્સની ઓફિસમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમાડી નાલ ઉઘરાવી અખાડો ચલાવી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા તીનપત્તીનો જુગાર રમતા કુલ ૩ ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપત્તાના પાના તેમજ રૂ. ૬૧,૦૦૦/- ની રોકડ રકમ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:૧. વિજયભાઈ છગનભાઈ માકાસણા/પટેલ (રહે. ચરાડવા, તા. હળવદ, જી. મોરબી) ૨. રફીકભાઈ હારૂનભાઈ મોવર/મીંયાણા (રહે. માળિયા મીંયાણા, માતમના ઓટા પાસે, જી. મોરબી) ૩. દિલીપભાઈ અરવિંદભાઈ સોનગ્રા/દલવાડી (રહે. ચરાડવા પ્લોટ વિસ્તાર, તા. હળવદ, જી. મોરબી) પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ઈન્ચાર્જ LCB પોલીસ ઈન્સ્પેક્ટર, PSI પેરોલ ફર્લો સ્ક્વોડ તથા સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!