MORBI:મોરબીના બરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા

MORBI:મોરબીના બરવાળા ગામે જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા
સરહદી રેન્જ ભુજ પોલીસ મહાનિરીક્ષક, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની ઝુંબેશ અંતર્ગત મોરબી તાલુકા પોલીસે મોટી સફળતા મેળવી છે. મોરબી તાલુકાના બરવાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમોને રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એન.એસ. ઘેટીયાના નિર્દેશન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બરવાળા ગામમાં આવેલ દુર્ગેશભાઈ દેલવાણીયાના મકાનની દિવાલ પાસે ખુલ્લી શેરીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમી રહેલા ૩ ઈસમોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા (રહે. લાયન્સનગર શેરી નં.૨, મોરબી; મૂળ રહે. બરવાળા)પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા (રહે. શક્તિ મેડિકલની પાછળ, વીસીપરા, મોરબી; મૂળ રહે. બરવાળા) દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયા (રહે. બરવાળા, તા.જી. મોરબી) કબ્જે કરાયેલ મુદ્દામાલ:રોકડ રકમ: ₹૪૪,૬૦૦/-પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પી.આઈ. એન.એસ. ઘેટીયા તથા તેમની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી.










