GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બેલા ગામેથી વિદેશી દારૂની ૩૨૪ બોટલો ઝડપાઈ: આરોપી અંધારાનો લાભ લઈ ફરાર

 

MORBI:મોરબીના બેલા ગામેથી વિદેશી દારૂની ૩૨૪ બોટલો ઝડપાઈ: આરોપી અંધારાનો લાભ લઈ ફરાર

 

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે બેલા (રંગપર) ગામે એક રહેણાંક મકાનની બાજુમાં સફળ દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ રેડ દરમિયાન આરોપી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ જ્યારે નાઈટ પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને બેલા (રંગપર) ગામે વિદેશી દારૂના વેચાણ અંગેની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાનની બાજુમાં તાત્કાલિક દરોડો પાડ્યો હતો.જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતો વિદેશી દારૂની બોટલો: ૩૨૪ નંગ (કિંમત ₹૪૬,૨૫૦) મોટરસાયકલ: ટી.વી.એસ. જુપીટર (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-AQ 2838, કિંમત ₹૫૦,૦૦૦)કુલ જપ્ત મુદ્દામાલ: ₹૯૬,૨૫૦ પોલીસની રેડ જોઈને આરોપી વસિમભાઈ ઓસમાણભાઈ નારેજા અંધારાનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!