MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શનાળા રોડ પરના શોપિંગ સેન્ટરમાં IPLનો સટ્ટો રમતા 4 ઝડપાયા

 

MORBI:મોરબી શનાળા રોડ પરના શોપિંગ સેન્ટરમાં IPLનો સટ્ટો રમતા 4 ઝડપાયા

 

​મોરબી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સીઝન શરૂ થતાની સાથે જ ક્રિકેટ સટ્ટાખોરો સક્રિય થયા છે, ત્યારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક હાઈ-પ્રોફાઈલ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. શહેરના શનાળા રોડ પર આવેલી એક ઓફિસમાં મેચ પર રનફેરનો જુગાર રમાડતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે.

​મળતી વિગતો મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે શનાળા રોડ પર આવેલા ‘લેન્ડ માર્ક આર્કેડ’ શોપિંગના બીજા માળે ‘શ્રીકૃષ્ણ એન્ટર પ્રાઇઝ’ નામની ઓફિસમાં હાર્દિક રંગપરીયા નામનો શખ્સ બહારથી માણસો બોલાવી આઇપીએલ મેચ પર હાર-જીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.રેઇડ દરમિયાન પોલીસને સ્થળ પરથી નીચે મુજબના ચાર ઇસમો મળી આવ્યા હતા:હાર્દિકભાઈ પ્રવિણભાઇ રંગપરીયા (રહે. રવાપર બોની પાર્ક, મોરબી)​હાર્દિકભાઈ બાબુભાઈ રૂપાલા (રહે. નાની વાવડી, ઓમ પાર્ક, મોરબી)​ભાવિકભાઈ ગણેશભાઈ ગોધવિયા (રહે. ઉમિયા સર્કલ પાસે, મોરબી)
​વિશાલ દેવદાનભાઈ ડાંગર (રહે. રવાપર, મોરબી) ​મુદ્દામાલ અને કાર્યવાહી ​પોલીસે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી:
​રોકડ રકમ: ₹7,500 ​મોબાઇલ ફોન: 5 નંગ (કિંમત ₹3,00,000)​કુલ મુદ્દામાલ: ₹3,07,500 જપ્ત કર્યો છે.​પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક આરોપી ઉત્તમભાઈ રમેશભાઈ કાવરનું નામ ખુલ્યું છે, જે રેઇડ સમયે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે કુલ 5 શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!