MORBI:મોરબીના સામાકાંઠે ગેન્ડા સર્કલ પાસે જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા







MORBI:મોરબીના સામાકાંઠે ગેન્ડા સર્કલ પાસે જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા


મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સામાકાંઠે આવેલા ગેન્ડા સર્કલ પાસે જાહેર જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. મહમદભાઇ ફરહાનભાઇ પીલુડીયા (ઉ.વ. ૨૪, રહે. વીશીપરા, બીલાલી મસ્જીદ પાછળ) ૨. હસનભાઇ હનીફભાઇ કુરેશી (ઉ.વ. ૨૭, રહે. સીરામીક સીટી પાસે, લાલપર રોડ)૩. અહેમદભાઇ દાઉદભાઇ હોકાવાડા (ઉ.વ. ૨૯, રહે. વીશીપરા, મદીના સોસાયટી) ૪. દક્ષકભાઇ રમેશભાઇ બાવરવા (ઉ.વ. ૨૪, રહે. સાત હનુમાન સોસાયટી, લીલાપર રોડ, મોરબી)૫. શાહરૂખભાઇ હનીફભાઇ ચાનીયા (ઉ.વ. ૨૨, રહે. સો-ઓરડી, વરીયા મંદિર પાછળ, મોરબી)પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૨,૬૫૦ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




