GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવલખી રોડે બ્રહ્મપુરી સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા: ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

 

MORBI:મોરબીના નવલખી રોડે બ્રહ્મપુરી સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા: ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે નવલખી રોડ પર આવેલી બ્રહ્મપુરી સોસાયટી પાસે દરોડો પાડીને જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા ત્રણ મહિલાઓ સહિત કુલ છ શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નવલખી રોડ પર સ્થિત બ્રહ્મપુરી સોસાયટી શેરી નંબર ૨ ના નાકે કેટલાક ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાનાપત્તાનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમતા ત્રણ પુરુષો અને ત્રણ મહિલાઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ ૧. મયુરભાઈ વસંતભાઈ ચાવડા – ૨. હાર્દિકભાઈ ભરતભાઈ દવે – ૩. કેતનભાઇ મનસુખભાઈ પંડ્યા – ૪. સોનલબેન અશ્વિનભાઈ ચાવડા – ૫. લાભબેન વસંતભાઈ ચાવડા ૬. દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાવડા (તમામ રહે. બ્રહ્મપુરી સોસાયટી, ત્રાજપર/જાંબુડિયા ગામ, તા. મોરબી) પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૭,૯૩૦ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી તાલુકા પોલીસે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!