GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સામાકાંઠે જાહેર જુગાર રમતા ૬ શખ્સો રોકડ રકમ સાથે ઝડપાયા

 

MORBI:મોરબીના સામાકાંઠે જાહેર જુગાર રમતા ૬ શખ્સો રોકડ રકમ સાથે ઝડપાયા

 

સામાકાંઠે આવેલા વિદ્યુતનગર પાસેની સરસ્વતીનગર સોસાયટી શેરી નંબર-૧માં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેર જુગાર રમતા છ શખ્સોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સામાકાંઠે વિદ્યુતનગર નજીક સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૧માં સ્ટ્રીટ લાઈટ નીચે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ અનિલભાઈ મગનભાઈ કડીવાલ (ઉંમર ૫૨, રહે. સરસ્વતી સોસાયટી શેરી નં.૧, મોરબી) રવિભાઈ રમેશભાઈ મુજારીયા (ઉંમર ૩૨, રહે. રવાપર ગામ ધાયડી વિસ્તાર, મોરબી) વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા (ઉંમર ૩૪, રહે. રવાપર રોડ શિવ શક્તિ સોસાયટી, મોરબી) વિરલભાઈ વિભાભાઈ મેવાડા (ઉંમર ૪૧, રહે. અરુણોદયનગર, ઉમા ટાઉનશીપ સામે, મોરબી) અનિલભાઈ કુવરજીભાઈ મુજારીયા (ઉંમર ૫૫, રહે. નવા પ્લોટ, શનાળા તળાવ, મોરબી) મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (ઉંમર ૩૧, રહે. રવાપર રોડ, મોરબી) પોલીસે ઘટનાસ્થળેથી દાવ પર રાખેલી તથા અંગજડતીમાંથી મળી કુલ રૂપિયા ૧૭,૯૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. આ મામલે બી ડિવિઝન પોલીસે તમામ છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!