MORBI:મોરબીના રામનગર સોસાયટીમાં તીન-પત્તીનો જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા

MORBI:મોરબીના રામનગર સોસાયટીમાં તીન-પત્તીનો જુગાર રમતા ૬ ઇસમો ઝડપાયા
મોરબીમાં શ્રાવણ માસ પૂર્વે જ પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મોરબી એલ.સી.બી. (Local Crime Branch) અને પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્ત રીતે મળેલી એક ચોક્કસ ખાનગી બાતમીના આધારે નવલખી રોડ પર આવેલા એક મકાનમાં રેઇડ કરીને જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ ₹૧,૨૧,૦૦૦ ની રોકડ રકમ સાથે ૬ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ.સી.બી. અને પેરોલ સ્કોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, મોરબીના નવલખી રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રહેતા ભરતસિંહ મદારસિંહ પરમાર પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવીને ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન-પત્તીનો જુગાર રમાડે છે અને જુગારનો અખાડો ચલાવે છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે મોડી રાત્રે ઉક્ત મકાનમાં ઓચિંતી રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન મકાનમાં ગીચતાપૂર્વક કુંડાળું વળીને જુગાર રમી રહેલા ૬ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ – ૧. ભરતસિંહ મદારસિંહ પરમાર (ઉ.વ. ૬૪, રહે. નવલખીરોડ, રામનગર સોસાયટી, મોરબી) ૨. રાજેન્દ્રસિંહ કનુભા ઝાલા (ઉ.વ. ૪૩, રહે. નવીપીપળી, તા.જી. મોરબી) ૩. વિપુલભાઇ રમેશચંન્દ્ર મહેતા (ઉ.વ. ૫૦, રહે. દરબારગઢ, જાનીશેરી, મોરબી) ૪. જેઠુભા હેમુભા રાઠોડ (ઉ.વ. ૭૬, રહે. ગુ.હા.બોર્ડ એલ-૫૨, મોરબી-૨) ૫. કમલેશભાઇ મોતીભાઇ મેવાડા (ઉ.વ. ૪૮, રહે. સુર્યકીર્તિ સોસાયટી શેરી નં-૨, મોરબી-૨) ૬. રાજેન્દ્રસિંહ હનુભા જાડેજા (ઉ.વ. ૪૫, રહે. જનકલ્યાણ નગર બ્લોક નંબર ૭૬, મોરબી-૨) પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૧,૨૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના સહિત કુલ ₹૧,૨૧,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ સફળ કામગીરી બાદ તમામ છ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ નોંધી, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪, ૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.








