MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માનવતા શર્મસાર, માત્ર વાસણ માંજવાની ના પાડતા પુત્રવધૂએ ૬૭ વર્ષીય સાસુનો હાથ ભાંગી નાખ્યો

 

MORBI:મોરબી માનવતા શર્મસાર, માત્ર વાસણ માંજવાની ના પાડતા પુત્રવધૂએ ૬૭ વર્ષીય સાસુનો હાથ ભાંગી નાખ્યો

મોરબી: મોરબીના ઘૂંટુ ગામની પંચવટી સોસાયટીમાં કૌટુંબિક સંબંધોને લાંછન લગાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કામ કરવાની અસમર્થતા દર્શાવનાર વૃદ્ધ સાસુ પર પુત્રવધૂએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ, ઘૂંટુ ગામની પંચવટી સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય ગોરીબેન અમૃતલાલ સોરીયાએ પોતાની પુત્રવધૂ ભાવનાબેન પ્રશાંતભાઈ સોરીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.ગોરીબેનને પાંચ વર્ષ પહેલાં કમરના ભાગે ઓપરેશન કરાવ્યું હોવાથી તેમને સતત દુખાવો રહે છે. ઘરમાં વાસણ માંજવા જેવી સામાન્ય બાબતે પુત્રવધૂએ સાસુને દબાણ કર્યું હતું.હુમલો: શારીરિક તકલીફને કારણે ગોરીબેને વાસણ માંજવાની ના પાડતા પુત્રવધૂ ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.રોષે ભરાયેલી પુત્રવધૂએ વૃદ્ધ સાસુનો હાથ પકડીને જોરથી મરડી નાખ્યો હતો, જેના કારણે ગોરીબેનને ડાબા હાથના ખંભાના ભાગે ગંભીર ફેકચર થયું છે.આ મામલે ઈજાગ્રસ્ત વૃદ્ધાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પુત્રવધૂ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ફેકચર કરવાના ઈરાદે હુમલો અને ધમકી આપવા બદલ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!