GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રેસીડેન્સી ગાર્ડન પેલેસના ફ્લેટ પર પોલીસનો દરોડો: નાલ ઉઘરાવી જુગાર રમાડતા ૭ ઝડપાયા

MORBI:મોરબીમાં રેસીડેન્સી ગાર્ડન પેલેસના ફ્લેટ પર પોલીસનો દરોડો: નાલ ઉઘરાવી જુગાર રમાડતા ૭ ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવાપર-ધૂનડા રોડ પર આવેલા એક ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૧,૨૧,૬૦૦/- ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઈ. જે.ડી. સરવૈયાની સૂચનાથી પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પેટ્રોપિલંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પી.એસ.આઈ. એન.એ. ગઢવીને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રવાપર-ધૂનડા રોડ પર આવેલ ‘રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ’ના બ્લોક નં. ૫૦૩ ના ભાડાના ફ્લેટમાં બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે સગડ મેળવી ફ્લેટ પર દરોડો પાડતા ગંજીપત્તાના પાના વડે હાર-જીતનો જુગાર રમતા ૭ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝડપાયેલા આરોપીઓ:જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા (રહે. રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ, મોરબી) વૈભવભાઈ નરભેરામભાઈ કકાસણીયા (રહે. શ્રીમદ રાજનગર, પંચાસર રોડ, મોરબી) અમરશીભાઇ પરસોતમભાઇ બારૈયા (રહે. સંકલ્પ એપાર્ટમેન્ટ, ઉમીયાનગર, મોરબી) જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા (રહે. સાહેબ પેલેસ, ૮૦ ફુટ રોડ, મોરબી) કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી (રહે. બીલીયા, તા.જી. મોરબી) જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા (રહે. ઓપેરા એપાર્ટમેન્ટ, રવાપર રોડ, મોરબી) અમિતભાઈ કાંતિલાલ દેત્રોજા (રહે. સાહેબ એપાર્ટમેન્ટ, ૬૦ ફુટ રોડ, મોરબી) પોલીસે તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરી I/C પી.આઈ. જે.ડી. સરવૈયા, પી.એસ.આઈ. એન.એ. ગઢવી તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!