GUJARATMORBIMORBI CITY / TALUKO

RAJKOT:જેતપુર હાઈવે પરની હોટેલમાં રેન્જ ટીમનો દરોડો: ૯ જુગારીઓ ઝડપાયા

RAJKOT:જેતપુર હાઈવે પરની હોટેલમાં રેન્જ ટીમનો દરોડો: ૯ જુગારીઓ ઝડપાયા

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલી ‘વ્રજ વાટીકા’ હોટેલમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૯ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ દરોડા દરમિયાન ₹૧૨.૨૬ લાખની રોકડ રકમ, ૨ કાર અને ૭ મોબાઈલ ફોન મળી કુલ ₹૪૧,૨૬,૧૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા આપેલ આદેશ મુજબ રાજકોટ રેન્જ પીઆઈ શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. PSI બી.સી. મીયાત્રા અને તેમની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવી આ સફળ દરોડો પાડ્યો હતો.તપાસમાં સામે આવ્યું છે કે, હોટેલ માલિક દીપકભાઈ જમનભાઈ પોલરા સાથે મળીને પરેશભાઈ ભિખુભાઈ કાછડીયા બહારથી માણસો બોલાવી વ્રજ વાટીકા હોટેલના રૂમમાં તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમાડતો હતો.

પકડાયેલા આરોપીઓ પોલીસે સ્થળ પરથી ૯ આરોપીઓની અટકાયત કર ૧. પરેશભાઈ ઉર્ફે બટર ભિખુભાઈ કાછડીયા (રહે. ગાયત્રી મંદિર પાસે, જેતપુર) ૨. હરેશભાઈ છગનભાઈ સેંજલીયા (રહે. મંડલીકપુર, તા. જેતપુર) ૩. ગોગનભાઈ નાથાભાઈ પરમાર (રહે. હરીપુર, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા) ૪. માયાભાઈ જાડાભાઈ માયાણી (રહે. હરીપર, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા) ૫. રામજીભાઈ ઉર્ફે રામદે ગોગનભાઈ ભોગેસરા (રહે. અમર, તા. કુતીયાણા, જી. પોરબંદર) ૬. ભાવેશભાઈ રસીકભાઈ ધુળેસીયા (રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢ) ૭. અનિલભાઈ શાંતીભાઈ વેકરીયા (રહે. દેસાઈવાડી, જેતપુર) ૮. સનાભાઈ દેવાભાઈ બામણીયા (રહે. અમરગામ, તા. કુતીયાણા, જી. પોરબંદર) ૯. દીપકભાઈ જમનભાઈ પોલરા (હોટેલ માલિક – રહે. જેતલસર, તા. જેતપુર) મુદ્દામાલની વિગત રોકડ રકમ: ₹૧૨,૨૬,૧૦૦/-વાહનો: ૨ કારમોબાઈલ: ૭ નંગકુલ કિંમત: ₹૪૧,૨૬,૧૦૦/-તમામ આરોપીઓ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!