MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ડેલ્ટા સિરામિકની લેબર કોલોનીમાં ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું 

 

MORBI:મોરબીની ડેલ્ટા સિરામિકની લેબર કોલોનીમાં ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

 

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલી એક સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મધ્યપ્રદેશમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પોલીસ પકડાઈ જવાના ડરથી ૨૦ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, લાલપર ગામની સીમમાં આવેલી ડેલ્ટા સિરામીક ફેક્ટરીની લેબર કોલોનીમાં રહેતા ૨૦ વર્ષીય યુવક રાહુલ અનવરભાઈ ભાભોરે પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ રૂમની છતના હુક સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવ પગલે મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પિતા અનવરભાઈ અનારસિંહ ભાભોરે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મૃતક રાહુલ વિરુદ્ધ મધ્યપ્રદેશના નાલછા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયેલો હતો. આ ગુનામાં પોલીસ ગમે ત્યારે તેની ધરપકડ કરશે તેવા સતત ડર અને ગભરાટના કારણે રાહુલે આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

હાલ આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત (અ.મોત) નોંધીને યુવકના આપઘાત પાછળના અન્ય પાસાઓ અને સમગ્ર ઘટના અંગે આગળની સઘન તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!