HALVAD:હળવદ રાણેકપરની સીમમાં ખેતમજૂર પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ




HALVAD:હળવદ રાણેકપરની સીમમાં ખેતમજૂર પર હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર શખ્સ વિરુદ્ધ એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં મજૂરી કરતા શ્રમિક સાથે મારામારી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના મામલે એક શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ, મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અગર ગામના વતની અને હાલ રાણેકપર ગામની સીમમાં સુખદેવભાઈ પટેલની વાડીમાં મજૂરી કરતા મુકેશભાઈ કાંતીભાઈ ભીલ (ઉંમર ૪૪) એ આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલ (રહે. રાણેકપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદીના જણાવ્યા અનુસાર:આરોપી કરશનભાઈએ ફરિયાદી મુકેશભાઈને સુખદેવભાઈની વાડીએથી કામ છોડીને જતા રહેવા જણાવ્યું હતું.ફરિયાદી વાડીએથી ન જતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને લાફા ઝીંકી દીધા હતા.આરોપીએ ફરિયાદી પર ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારબાદ છૂટા પથ્થર મારીને ફરિયાદીને પીઠના ભાગે ઈજા પહોંચાડી હતી.ફરિયાદી અનુસૂચિત જનજાતિ (ST) ના હોવાનું જાણવા છતાં, આરોપીએ તેમને જાહેરમાં બિભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા હળવદ પોલીસે મુકેશભાઈની ફરિયાદના આધારે આરોપી કરશનભાઈ લાલજીભાઈ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે:કલમ: ૧૧૫(૨), ૧૨૫, ૩૫૨, ૩૫૧(૩)જી.પી. એક્ટ: ૧૩૫એટ્રોસિટી અધિનિયમ: કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(પએ) પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.



