GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની તબીબી કામગીરી કરતી સંસ્થાઓને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા સૂચના

તા.૧૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ધી ગુજરાત ક્લિનીકલ એસ્ટાબ્લીશમેન્ટસ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – ૨૦૨૧ અન્વયે તબીબી કામગીરી કરતી તમામ હોસ્પીટલો, કલીનીકો, લેબોરેટરીઓ સહિતની સંસ્થાઓને આ એકટ હેઠળ નોંધણી કરાવવી ફરજિયાાત છે.

આ એકટ અન્વયે તબીબી કામગીરી સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ કાયમી રજીસ્ટ્રેશન ફરજિયાત મેળવવાનું હોય છે. હાલ તમામ સેન્ટરોએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન મેળવી લેવાનું રહેશે. જે સેન્ટરોએ પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન તા. ૧૨/૦૯/૨૫ સુધીમાં મેળવેલ ન હોય તેઓની સામે કાયદાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ તબીબી પ્રેકટીસ કરતા સેન્ટરો આ એકટ હેઠળ નોંધણી કરાવવા વેબસાઈટ https://clinicalestablishment.gipl.in પર ઓનલાઇન અરજી કરવાની કાર્યવાહી તાત્કાલીક કરવી. હાલ ક્લિનિક એસ્ટાબ્લીશમેન્ટ એકટ હેઠળ રજિસ્ટ્રેશન કરવા માટે અરજદારનું આધારકાર્ડ/આઇ. ડી. પ્રૂફ, સેન્ટરની માલિકીના આધાર પુરાવા, સેન્ટરની જગ્યાને લગત આધાર પુરાવા, ફાયર સેફટીને લગત આધાર પુરાવા, સેન્ટરના ફોટા, બાયોવેસ્ટના નિકાલને લગત આધાર પુરાવા આપવાના રહેશે. ઉપરાંત, અરજી કરતી વખતે સાચી વિગતો દર્શાવવી, તેમાં દર્શાવેલ વિગતો મુંજબ ડોકયુમેન્ટ પણ એટેચ કરવાના રહેશે, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર.ફુલમાલીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!