GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી શહેરની જાણીતી ભક્તાશ્રમ શાળામાં ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલનું કવિ સંમેલન યોજાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની શાળા ભક્તાશ્રમ ખાતે ગુજરાતી અને હિન્દી કવિતા તથા ગઝલ મુશાયરાનું કવિ સમેલન યોજાયું ,જેમાં ગુજરાતી ,હિન્દી કાવ્ય અને ગઝલની ગુજરાત ભર ના યુવા કવિ ઓની પ્રસ્તુતિથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કવિ સંમેલનના પ્રારંભમાં શિક્ષક શ્રી અંકિત ત્રિવેદીએ ઉર્દુ કાવ્ય નું પઠન કર્યું હતું તથા મહેંદી હસન ની એક ગઝલનો ગાયન પણ કર્યું હતું. ગઝલરૂપી શબ્દ દ્વારા એકમેકના મનમાં પ્રેમનો અભિષેક કરવા વડોદરાથી રાકેશ સાગર, બોડેલી થી રીનલ પટેલ, સુરતથી સંદીપ પુજારા અને નવસારી થી ડો.ધર્મેશ કાપડિયા જેવા યુવા કવિઓએ ભાગ લીધો હતો .
કવિ સમેલનમાં ભક્તાશ્રમ સંચાલક મંડળના મંત્રી શ્રી નિરવ ભક્ત,  રેડક્રોસ ના ચેરમેન તુષારકાંત દેસાઈ ,વિદ્યાધામ વિદ્યાલયના સ્થાપક તથા કવિ પ્રદીપ પાંડે ,પૂર્વ  આચાર્ય દિલીપ નાયક, કવિયત્રી હિના શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!